કેરીનો મુરબ્બો - ટૂંક સમયમાં

Saturday, 12 May 2012

કેસર કેરીનું ખાટુ અથાણું

તૈયારી માટે સમય – ૪ દિવસ | જાળવણી – ૧ વર્ષ માટે

સામગ્રી: -
કેરી (કેસર કે દેશી) ૫ કિ.
હળદર ૩ ટેબલ સ્પૂન
હિંગ ૧ ટેબલ સ્પૂન
ચટણી ૧૦૦ ગ્રામ
આમલી ૧૦૦ ગ્રામ
નમક ૧૦૦ ગ્રામ
રાઈના કુરિયા ૨૫૦ ગ્રામ
વરિયાળી ૧૫૦ ગ્રામ
તજ ૨૫ ગ્રામ
લવિંગ ૨૫ ગ્રામ
તીખા ૨૫ ગ્રામ
ઇલાઇચી ૨૫ ગ્રામ
સિંગ તેલ ૬૦૦ ગ્રામ


બનાવવાની રીત: -

દિવસ – ૧:
  • સ્ટેપ-૧: કેરીને ધોઈ ઈચ્છા મુજબના ટુકડા કરો અને તેમાં ૧ ટેબલ સ્પૂન હળદર અને ૫૦ ગ્રામ નમક ઉમેરી કેરી સાથે બરાબર હલાવીને મિક્સ કરો અને બરણી માં ભરી લો.
દિવસ – ૨:
  • સ્ટેપ-૨: બીજા દિવસે, થોડા થોડા કલાકોના અંતરે બરણીમાં રહેલ કેરી અને મિશ્રણને હલાવતા રહો જેથી હળદર-નમક યોગ્ય રીતે મિક્સ થઈ જાય. આમ, કેરીના ટુકડાને બે રાત સુધી બરણીમાં રેહવા દો.
     દિવસ – 3:
  • સ્ટેપ-૩: કેરીના ટુકડા પીળા થઈ જાય પછી સાફ કપડાં પર પંખા નીચે સુકાવા દો. (પાણી સુકાઈ જાય ત્યાં સુધી.)


        અથાણાં માટે મસાલો બનાવવા ની રીત: -

  • સ્ટેપ-૪: મસાલો તૈયાર કરવાના બે કલાક પેહલા એક ગ્લાસ ઠંડા પાણીમાં આમલીને પલાળી પલ્પ નીકળી લો.
  • સ્ટેપ-૫: એક વાસણમાં રાઈના કુરિયા, કરકરી પીસેલી વરિયાળી, પીસેલો ગરમ મસાલો, ચટણી, હળદર અને એક ટેબલ સ્પૂન નમક અને આમલીનો પલ્પ ઉમેરો.
  • સ્ટેપ-૬: મસાલાના મિશ્રણમાં ૧૦૦ ગ્રામ તેલ ઉમેરી મિશ્રણને યોગ્ય રીતે મિક્સ કરો, અને એક રાત સુધી ઢાંકીને રાખી દો.


    દિવસ – ૪:
    • સ્ટેપ-૭: અથાણાં માટે તૈયાર કરેલ મસાલાને એક મોટા વાસણમાં લો અને તેમાં હિંગ ઉમેરી ૫૦૦ ગ્રામ તેલ ગરમ કરીને રેડો. મિશ્રણને યોગ્ય રીતે મિક્સ કરો.
    • સ્ટેપ-૮: મસાલો ઠંડો થયા પછી, સુકાવેલ કેરીનાં ટુકડાને મસાલામાં ઉમેરી યોગ્ય રીતે મિક્સ કરો (જેને અથાણાંને આથવું પણ કેહવામાં આવે છે.)
    • સ્ટેપ-૯: અથાણાં ને કાચની પેક બરણીમાં ભરી લો.


          નોંધ: -
      • કેસર કેરી ઉપલબ્ધ ના હોય તો કોઈ પણ ખાટી કેરી લઈ શકાઈ છે.
      • ગોળ કેરીનું અથાણું બનાવવા માટે સ્ટેપ-૭ માંના મસાલામાં ૧૫૦ ગ્રામ ગોળ ઉમેરીને તેના પર ગરમ કરેલું તેલ રેડો અને મિશ્રણ ને મિક્સ કરો અને સ્ટેપ-૮ મુજબ આગળ વધો. 

      No comments:

      Post a Comment

      Blogger Wordpress Gadgets